જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ તોશિહીરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ ઇન્વેસ્ટર્સ સમિટ (વીજીજીઆઈએસ)માં ભાગ લેતા જાહેરાત કરી હતી કે મારુતિ ગુજરાતમાં 350 અબજ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી કંપની રાજ્યમાં રહેલી તેમની વર્તમાન કાર નિર્માણની ક્ષમતાને 7.5 લાખ કારથી વધારીને 20 લાખ કાર સુધી વધારશે. આ ઉપરાંત કંપનીના ગુજરાતસ્થિત પ્લાન્ટમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રિક કારને આ વર્ષે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવશે