આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે જણાવ્યુ હતુ કે, ટાટા ગ્રુપનો જન્મ નવસારીમાં થયો હતો, જે ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાનું જન્મ સ્થળ છે.’અમે સાણંદમાં 20 GWs લિથિયમ - ion બેટરી માટે વિશાળ ગીગા ફેક્ટરીનું બિલ્ડીંગ શરૂ કરવાના છીએ, C295 ડિફેન્સ એરક્રાફ્ટનું નિર્માણ શરૂઆતમાં વડોદરામાં અને પછી ધોલેરામાં કરી રહ્યા છીએ ટાટા જૂથે ધોલેરામાં એક વિશાળ સેમિકન્ડક્ટર ફેબ અંગે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે પૂર્ણ થવાની અને જાહેરાત કરવાની અણી પર છે