વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નાં ઉદ્ધાટન પ્રસંગે આર્સેલર મિત્તલનાં ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઈવેન્ટનાં સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે, વડાપ્રધાને 2021 માં હજીરા સાઈટનું ભૂમિપૂજન કર્યું હતું. જેનું કામ 2026 માં પૂર્ણ થઈ જશે. તેમજ 24 મિલિયન ટન હજીરા સાઈટ વિશ્વનું સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે. તેમજ 2047 નાં વિઝનને પૂરૂ કરવા માટે અમે તૈયાર છીએ.