દેશનો સૌથી લાંબો અને આધુનિક દરિયાઈ બ્રિજની કામગીરી લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. તેનું ઉદઘાટન આગામી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. મુંબઈથી નવી મુંબઈને જોડતો દેશનો આ સૌથી મોટો દરિયાઈ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે. તેની મદદથી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના અંતરની મુસાફરીમાં 1 કલાકથી વધુનો સમય બચશે. આ બ્રિજનું પૂરું નામ અટલ બિહારી વાજપેયી શિવડી ન્વાશેવા અટલ સેતુ છે