વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024, ગાંધીનગર, ગુજરાત ખાતે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટેની ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું 1:10 સ્કેલનું મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.આ સ્ટોલને ડ્રાઇવિંગ કેબિનના સિમ્યુલેટર જેવા અન્ય વિવિધ મોડલ્સથી શણગારવામાં આવ્યો છે,હાઇસ્પીડ રેલ મલ્ટિમોડલ હબને પણ પ્રદર્શિત કરાયો છે. એટલું જ નહીં હાઈસ્પીડ રેલ સ્ટેશન પર બુલેટ ટ્રેનના આગમનનો રોમાંચ અનુભવવા માટે ઓગમેન્ટેડ રિયાલિટીમાં અનુભવ ઝોન પણ બનાવવામાં આવ્યો છે