વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરીના રોજ મુંબઈમાં 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નું ઉદ્ધાટન કર્યુ છે . મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)ને 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યુ છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર આનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યુ છે. અટલ બ્રિજ દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતની યાત્રામાં લાગતો સમય હવે ઘણો ઓછો થઈ જશે. આ બ્રિજથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે.