મહિધરપુરા રૂપિયા 88 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે 5મી જાન્યુઆરીના રોજ લાલગેટ પોલીસ મથકની હદમાં લૂંટની ઘટના બની હતી. હથિયાર બતાવી 88 લાખની રોકડ રકમ લઈ જતા યુવક પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી.ફરિયાદીએ સંબંધી સાથે મળી કાવતરું ઘડ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ 75 લાખનું સોનુ અને ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું હતું