સુરતના પાલનપુર વિસ્તારમાં 16 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરીને આવ્યા બાદ અચાનક રાધિકા નામની કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. હજુ સુધી સગીરાના આપઘાત અંગેનું કારણ અકબંધ છે.