રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'તેજસ્વીની વિધાનસભા' ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે યોજાઈ છે. વિધાનસભા ગૃહમાં સમગ્ર સંચાલન દીકરીઓ કરી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઉદ્ધાટન કર્યું હતું. આ તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ' નિમિત્તે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.