એમટીએસના બસમાં રોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે ગતરોજ એમટીએસની બસ જમાલપુર બ્રિજથી પાલડી તરફ જતી હતી તે દરમિયાન બસ બંધ થઈ ગઈ હતી. જે બાદ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો છે.જોકે, બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.