ગુનેગારોને કાયદા અને પોલીસનો ડર રહ્યો નથી, તે પ્રકારની ઘટના ફરી એક વખત સામે આવી છે. અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના બની છે. ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરે હુમલો કર્યો હતો. કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી હતી. દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારી હતી. ટક્કરથી કણભાના ASIનું મોત નીપજ્યું છે, જ્યારે એક ઘાયલ છે. બુટલેગરની ટક્કરથી ASI બળદેવજી મરતાજીનું મોત થયું છે. જોકે, પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આરોપીને ઝડવાની કાર્યવાહી કરાઇ રહી છે.