અમદાવાદ ખાતે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા તથા ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન t20 ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું છે. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓની મેયર્સ અને કમિશ્નર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં અમદાવાદ, રાજકોટ ,સુરત,ભાવનગર, વડોદરા, જુનાગઢ ,જામનગર ,ગાંધીનગર મળી આઠ મહાનગરપાલિકાઓની 27 થી 31 જાન્યુઆરી દરમ્યાન 16 ટીમો 14 ક્રિકેટ મેચો રમશે. અમદાવાદ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈનએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ આયોજન વિકાસ અર્થે સમન્વયને પ્રોત્સાહન આપશે. ગુજરાત માટે અમદાવાદને યજમાની મળી તે ગૌરવની બાબત છે.