સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે ગણતંત્ર દિવસની કર્તવ્યપથ ખાતે યોજાનારી પરેડ મહિલાઓને કેન્દ્રમાં રાખીને યોજાશે. સૌપ્રથમવાર ભારતીય આર્મી, નેવી અને એરફોર્સની મહિલા ટ્રાઈ-સર્વિસ કન્ટિન્જન્ટ ઉપરાંત CAPF સહિતની વિવિધ મહિલા ટુકડીઓની પરેડ યોજાશે, જે દેશની નારીશક્તિના સામર્થ્યની પરિચાયક બની રહેશે.