વરસાદની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે ,આગામી 24 કલાક દરમિયાન રાજ્યના 20 ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વડોદરા તથા અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, ચરોતર અને નોર્થ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે. તેમજ મુંબઈમાં 500 એમએમ વરસાદ વરસી શકે છે.