સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 1.8 મીટર દૂર
સરદાર સરોવર ડેમના બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.પાણીની વિપુલ આવક સામે ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.1 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો થયો છે.હાલ પાણીની સપાટી 136.88 મીટર પહોંચી છે.જે હવે મહત્તમ સપાટીથી માત્ર 1.8 મીટર દૂર છે