વડાપ્રધાન મોદી આવતીકાલે રવિવારે દેશવાસીઓને દિલ્હીમાં બનેલ વર્લ્ડ કલાસ ‘યશોભુમિ’ (ઈન્ડીયા ઈન્ટરનેશનલ ક્ધવેશન એન્ડ એકસ્પો સેન્ટર)નુ લોકાર્પણ કરશે.આ દુનિયાની સૌથી મોટી એમઆઈસીઈ (મીટીંગ ઈનએંટીવ્ઝ કોન્ફરન્સ એન્ડ એકિઝબિશન) ફેસીલીટી છે. આ ‘યશોભૂમિ’ના મેઈન ઓડિટોરીયમમાં 6000 મહેમાનો બેસી શકે છે. જેનો એરીયા 8.9 લાખ સ્કવેર મીટર છે. તે ભારત મંડપમથી પણ મોટુ છે.