ગુજરાતમાં દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે. Author-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા હતા. ટાટા ગૃપની સબસીડરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રા લિ. અંદાજે 13 હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટની સ્થાપનાથી લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે. સાથે જ રાજ્યમા પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને 13 હજારથી વધુ લોકોને રોજગારીની તક ઉભી થશે.
#ahmedabad #ahmedabadnews #news #newsupdate #gujarat #ourahmedabad