ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ , મજુરા ગેટ, સુરત ખાતે તા.05 ફેબ્રુઆરી 2024 થી તા.08 ફેબ્રુઆરી 2024 દરમ્યાન મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મળેલ બેઠકમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે હજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.