મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત મુફ્તી સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લઇ આવી હતી.. હવે આરોપીનો કબ્જો જૂનાગઢ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.