સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ, માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રમાણિકતાપૂર્ણ પુણા પોલીસ સ્ટેશનમા હકીકત લક્ષી વિગત આપી જમા કરાવ્યા હતા. માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગર પાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશ માવાણીએ કર્તવ્યવીરોને સન્માનિત કર્યા હતા