લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, 'નાગરિકતા સંશોધન કાયદો (CAA) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે. 'મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.' આ કાયદામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે.