વન નેશન વન ઈલેક્શન રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન થયું છે. જેમાં ભૂતપૂર્વ ઈલેક્શન કમિશ્નર , અનેક રીટાયર્ડ જજ , રાજકીય પક્ષો , ઈલેક્શન કમિશન , લૉ કમિશનનો સમાવેશ થાય છે. માર્ચની શરૂઆતમાં રિપોર્ટ આવી જશે તેવું અનુમાન છે. રિપોર્ટ બાદ તરત ચૂંટણી પ્રક્રિયા શરુ થશે. એટલે દેશની પ્રજાને નક્કી કરવાનું છે કે, વન નેશન વન ઈલેક્શનની જરૂર છે કે નહિ. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે દેશની સુચારુ વ્યવસ્થા માટે અને જનતાની નિર્ભિત અભિવ્યક્તિ માટે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે એક સમયે થવી જોઈએ