રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના ૨૦મા પદવીદાન સમારોહના ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઈન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ઉપરાંત ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. પદવી મેળવનાર કુલ ૧૪૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા.