આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજના(PM USHA) ની જાહેરાત જમ્મુ -કાશ્મીર ખાતેથી કરવાના છે. આ યોજના અંતર્ગત નર્મદ યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ 100 કરોડ અને અન્ય ચાર યુનિવર્સિટીને 20-20 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ રીસર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને અપગ્રેડ કરવા માટે વાપરવામાં કરશે..