વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી પ્રેરિત અમૃત ભારત એક્સપ્રેસને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સોમવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે અમૃત ભારત ટ્રેનને મોટી સફળતા મળી છે. જેના કારણે 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર 2023ના રોજ દેશને 2 અમૃત ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી.