વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી.ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે જવા રવાના થયા હતા. જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. વ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે