મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યાં. કોંગ્રેસે વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી હતી. વડનગરમાં 2800 વર્ષ જુના ઈતિહાસના પુરવા મળ્યા છે.