સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે દિવસ પહેલા એક નવજાત બાળકી કતારગામઅનાથ આશ્રમના ગેટ પર મળી આવ્યા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જેમાં પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બાળકીના વાલી વારસ મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું તપાસમાં ખૂલ્યું છે. દીકરી દ્વારા કોઈ સાથે સંબંધ બાંધી લગ્ન ના કરી બાળક રહી ગયું હતું. જેથી પરિવાર મહારાષ્ટ્રથી સુરત આવીને અહીં ખાનગી ક્લિનિકમાં ડિલિવરી કરાવી બાળકીને અનાથ આશ્રમની બહાર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ડિલિવરી કરાવનાર મહિલા તબીબ રીક્ષા ચાલક અને બાળકીના માતા પિતા ની ધરપકડ કરી છે.