વડોદરા શહેરમાં વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવવાના કિસ્સાએ શહેરમાં ચકચાર જગાવી મૂકી છે. નંદેશરી વિસ્તારની પેટ્રોફિલ્સ કંપની નજીક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસેથી એકટીવા તથા પિસ્તોલ મળી આવી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે, મૃતક કોયલીનો રહેવાસી સમીર રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મૃતકનો મોબાઇલ ફોન ચેક કરતા આપઘાત કર્યો હોવાની શંકા પ્રબળ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમીર ગતરાત્રીથી ગુમ હોય પરિવારજનોએ શોધખોળ સાથે પોલીસને જાણ કરી હતી.