જમીન સંપાદન વળતર અંગે ખેડૂતોએ મોટી સંખ્યામાં આજે કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે ખેડૂત આગેવાન હસમુખ ભટ્ટ સહિત સાત ખેડૂતોની અટકાયત કરી હતી. તેઓનો આક્ષેપ છે કે, વડોદરા મુંબઈ અને વડોદરા દિલ્હી એક્સપ્રેસવે જમીન સંપાદનમાં વડોદરાના ખેડૂતોને સાઉથ ગુજરાતના ધારા ધોરણ મુજબ વળતર મળવું જોઈએ. સાથે અન્ય ખેડૂતોના બાકી વળતર પણ ચૂકવે.