લોકસભાની ચૂંટણી સાથે પોરબંદર વિધાનસભાની ચૂંટણી પણ યોજવા જઈ રહી છે.કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા હવે ભાજપના ઉમેદવાર છે,વિધાનસભાની ચૂંટણી માટે અર્જૂન મોઢવાડિયાએ પ્રચાર પણ જોરશોરથી શરુ કરી દીધો છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અર્જૂન મોઢવાડિયા કાર્યકરો સાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા હતા,ઉલ્લેખનીય છે કે,અર્જૂન મોઢવાડિયાએ રામમંદિર મામલે કોંગ્રેસની નીતિથી નારાજ થઇ પક્ષ છોડ્યો હતો.