સુરત શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. વર્ષો પહેલા રોજીરોટી મેળવવા માટે આવેલા લોકો હવે સુરતમાં જ સ્થાયી થઈ ગયા છે. પરંતુ દિવાળી જેવા તહેવારોમાં તેઓ પોતાના માદરે વતન જવાનું પસંદ કરતા હોય છે. અને તેના કારણે ઘસારો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,પંચમહાલના મુસાફરો માટે આશરે 2500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાનુ આયોજન કરવામાં આવ્યું છે