સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માતમાં વધુ એક પોલીસકર્મીનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. ઇચ્છાપોર ચાર રસ્તા નજીક આ અકસ્માતમાં એકટીવા સવાર મહિલા પોલીસ કોસ્ટેબલનું મોત નિપજ્યું છે. ઘટનાના પગલે પોલીસે ડમ્પર જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.