સુરત શહેરમાં ગોડાદરા પોલીસ દ્વારા પોલીસ યુનિફોર્મ સાથે શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપનાથી વિવાદ સર્જાયો હતો. ગણેશ ઉત્સવ સમિતિએ ગણવેશ દૂર કરવાનું સૂચન કરતા ગણવેશ દૂર કરી સાદા વસ્ત્રોથી શ્રીજીને શણગારવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ બોલતા ગણપતિજીની સ્થાપના પોલીસ ગણવેશમાં કરાતા તેમણે પણ પોલીસનો ગણવેશ દૂર કર્યો હતો.