લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું . રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટપહોંચતા પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડ ક્વાર્ટર લઈ ગઈ છે. રાજ શેખાવતે જણાવ્યું હતું કે, મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો.