ફિલ્મ અભિનેતા સલમાનખાનને જામનગર ગમી ગયું લાગે છે,અંનત-રાધિકાના પ્રિ-વેડિગમાં જામનગરના મહેમાન બન્યા બાદ વધુ એક વખત સલમાનખાન જામનગરમાં દેખાયા હતા,જામનગરમાં અંનત અંબાણીના જન્મદિનની શુભકામનાઓ આપવા અભિનેતા સલમાનખાન જામનગર આવ્યા હોવાનું મનાય છે.હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણીના ગરમાવા વચ્ચે ફરીવાર સલમાન ખાન જામનગરમાં જોવા મળતા ચાહકોની ભીડ ઉમટી પડી હતી.