ગુજરાતમાં હાલ પુરષોતમ રૂપાલાનો વિરોધ જ ચર્ચામાં છે,રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે,અને ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના વિરોધની આગ ભડકી રહી છે,ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો,ક્ષત્રિય સમાજના લોકોએ હાથમાં મીણબત્તી લઈ વિરોધ પ્રદર્શન કરી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.