BRTSમાં અકસ્માત રોકવા સાડા ત્રણ કરોડના ખર્ચે સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને બ્લેકલીસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. BRTS કોરિડોરમાં ખાનગી વાહન ન ઘૂસે તે માટે 278 ગેટ ઊભા કર્યા હતા. જે પૈકી 50 જેટલા ગેટ કાર્યરત છે. અનેક જગ્યાએ ગેટ બિનઉપયોગી બનતા નિર્ણય કરાયો છે.