શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એમ.એ.ચૌહાણ સહીત 3 કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદમાં યુવકનું નામ ઉમેરવાની ધમકી આપી 6 લાખ રૂપિયાની લાંચ માંગતા યુવકે ACB માં અરજી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયી છે. દારૂના ગુનામાં અગાઉ બે આરોપીઓ વિરુદ્ધ કેસ કરી તે ગુનામાં યુવકનું નામ ઉમેરવાની ધમકી આપી અરજદાર પાસેથી રૂપિયા 6 લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતા આખરે યુવકે ACBના દરવાજા ખખડાવ્યા હતા.