તાજેતર માં થયેલ ભારે વરસાદ દરમિયાન આમરોલ આંકલાવ માર્ગ પર એક બાઇક સવાર અકસ્માત નો ભોગ બન્યો હતો.તળાવનું પાણી ઓવર ફલો થઈને માર્ગ પર વહેતા ગ્રામજનો એ હાલ ટેન્કર મૂકીને આ રસ્તો બંધ કરો દીધો છે. આંકલાવ પાલિકાની બેદરકારી થી વાહન ચાલકોને હેરાનગતિ વેઠવી પડે છે.આ માર્ગ પર આવેલા તળાવ માં ગટરો નું પાણી છોડવા નું તાત્કાલિક બંધ કરવા ની માંગ સાથે ચીફ ઑફિસર,ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે