જુની અનેક ફિલ્મોમાં જોવા મળતું હતું કે મેળામાં ભાઈઓ જુદા પડે છે અને મોટા થઇ મળે છે,જોકે ગુજરાતના પોરબંદરમાં હાલ ચાલી રહેલા માધવપુર ના મેળામાં વિખુટા પડેલા બાળકોની વહારે પોરબંદર પોલીસ આવી હતી.પોરબંદર પોલીસની સી ટીમ દ્વારા માધવપુર મેળામાં મહિલાઓને મદદ તેમજ વાલીથી વિખુટા પડેલા બાળકોને તાત્કાલિક શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતું એ ક્ષણે પરિવારમાં હર્ષના આસું છલકાય ઉઠ્યા હતા.