નવસારી જિલ્લામાં જલાલપુર વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર સોસાયટીની આંગણવાડીમાં બાળકોને સડેલા ચણા બાફીને નાસ્તામાં આપવામાં આવ્યા હતા જેના પગલે આંગણવાડીઓમાં આપવામાં આવતા ખોરાકની પોલ ખુલી છે. આંગણવાડીના ભૂલકાઓને સડેલા ચણા આપતા વાલીઓ ભડક્યા હતા અને આંગણવાડી બહેન સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી સમગ્ર ઘટનાની જાણ આઈસીડીએસ અધિકારીને થતા તપાસના આદેશ આપ્યા છે.