જમાલપુર વિસ્તારમાં આવેલા નીલકર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમ તમકતા નામના યુવાનને પરિવારમાં પત્ની અનેક 1 વર્ષીય બાળકી છે. બાળકી રમતા રમતા બાથરૂમ સુધી પહોંચી હતી અને ત્યાં પાણી ભરેલી ડોલમાં તે ઊંધી વળી ગઈ હતી. જેને કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અન્ય વાલીઓ માટે પણ લાલબત્તી સમાન બનાવ બની રહ્યો છે.