શહેરના દક્ષિણ ઝોનના લાંભા, ગ્યાસપુર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં બિસમાર રસ્તા, ગટરો ઉભરાતા ગંદા પાણી, ઠેર ઠેર ગંદકી અને પીવાના ગંદા પાણી સહિતની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. તેમ છતાંય મ્યુનિ દ્વારા કોઇ કામગીરી કરાતી ન હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ દ્વારા દાણાપીઠ મ્યુનિ. કચેરી ખાતે ભાજપના પોકળ વિકાસ પોલ ખુલીના બેનરો દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.