ઓયોધ્યાથી મહંત કમલનયનદાસજી વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે તેઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી અને યુવક મંડળોને આશીર્વાદ આપીને ગણપતિજીની આરતી કરી હતી. શનિવારે સવારે તેઓ ક્રેડાઇ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા નવલખી મેદાન ઉપર યોજાતા ગરબા મહોત્સવનું ભૂમિ પુજન કરશે