હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન વિશે વધુ એક આગાહી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા 27 થી 29 સપ્ટેમ્બર સુધી પશ્ચિમી દરિયાઈ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં સાયકલોનની સ્થિતિ મજબૂત બનતા પ્રથમ સાયક્લોન 1 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદ સાથે ત્રાટકી શકે છે. જેથી હવેનો વરસાદ ચક્રાવતનો રહેશે.