ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યનાં ગૃહ તથા રમત-ગમત મંત્રી સહિતના મહાનુભાવોની હાજરીમાં ખેલ મહાકુંભ 2.0નાં રજીસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું . આ સમયે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,”રાજ્યના યુવાઓ ડ્રગ્સનાં બદલે સ્પોર્ટ્સના રવાડે ચઢે એ અમારો લક્ષ્યાંક છે. તો મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,”અગાઉ ગુજરાત ક્યાંય નથી એવી વાતો થતી, હવે રાષ્ટ્રીય સ્તરે 50થી વધુ, આંતરરાષ્ટ્રીય સ્તરે 20-25 ખેલાડી છે.