સુરતમાં ધોધમાર વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા
સુરતમાં અઠવા ,અડાજણ ,ઉધના ,ભટાર સહિત ના વિસ્તાર માં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ ને પગલે રોડ પર પાણી ફરી વળ્યાં. જ્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી. જ્યારે રિંગરોડ વિસ્તાર માં STM માર્કેટ ની સામે આવેલ ઓવરબ્રિજ ની નીચે પુષ્કળ પ્રમાણ માં જળ પ્રવાહ પડતા 'આપ' નાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ વારંવાર સ્માર્ટ સિટી અને વિકાસ નાં બણગાં ફૂંકતી પાલિકા સામે સવાલો ઉઠાવ્યા.