વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું . આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.