તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યું છે. અને પૂરની ન્યાયિક તપાસ માટે રજૂઆત કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં તે માત્ર અને માત્ર મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે.